અમરેલી જિલ્લામાં પરિણીતાની સાથે છેડતીનાં બનાવો છાશવારે પોલીસ ચોપડે નોંધાય છે. ત્યારે આવો જ એક બનાવ વડીયાનાં ઈશ્વરીયા ગામે બનવા પામ્યો છે. પરિણીતા પોતાના ઘરે હોય ત્યારે ગામના શખ્સે પ્રવેશ કરી પરિણીતાની છેડતી કર્યાની વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વડીયાનાં ઈશ્વરીયા ગામે રહેતા ગીતાબેન વિજયભાઈ વાડદોરીયા તેમના ઘરે હોય ત્યારે આરોપી મધુ ભાણકાભાઈ વાડદોરીયા પરિણીતાનાં ઘરની વંડી ઠેકી ઘરમાં પ્રવેશ કરી ગીતાબહેનને કહેલ કે તું મને બહુ ગમે છે તેમ કહી ગીતાબહેનનો હાથ પકડી તેમની સાથે બળજબરી કરવાની કોશિષ કરતા ગીતાબહેને બુમાબુમ કરતા મધુ વાડદોરીયા નાસી ગયો હતો. જેથી ગીતાબહેને મધુ વાડદોરીયા સાથે વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.