વડીયાથી હનુમાન ખીજડીયા સુધીના રોડ પરના દબાણો દૂર કરવા અને નવો રસ્તો બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. હનુમાન ખીજડીયાના સરપંચ અને જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ સત્યમભાઈ મકાણી દ્વારા મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં રજૂઆત કરાઇ છે કે, હનુમાન ખીજડીયાને જાડતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. અગાઉ આ બાબતે થયેલી રજૂઆતોને ધ્યાને લઇ તત્કાલિન સરકાર દ્વારા આ રસ્તો મંજૂર પણ કરવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી આ કામગીરી શરૂ ન થતા ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ રસ્તા પરની બંને સાઇડ પર થયેલું દબાણ દૂર કરવા માટેની મંજૂરી મળી હોવા છતાં તે કામગીરી પણ શરૂ થયેલ નથી. ત્યારે રસ્તા પરના દબાણો દૂર કરી નવા રસ્તા બનાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે. મુખ્યમંત્રી સહિત માર્ગ મકાન મંત્રી, વિપક્ષી નેતા અને જિલ્લાના કાર્યપાલક ઇજનેરને આ રજૂઆત કરવામાં આવી છે.