અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડીયાને ભેસાણ સાથે જોડતા વડીયા-ઢોળવા રોડ ચોમાસાના કારણે અતિ બિસ્માર બની ગયો હતો. ઢોળવા, સાંકરોળા, બરવાળા, ગળથ વગેરે ગામના લોકો વડીયા ખરીદી કરવા આવતા હોવાથી અને આ રસ્તે ખેડૂતો અને રાહદારીઓ વધુ પસાર થતા હોવાથી તેને ભારે હાલાકી પડતી હતી. આ હાલાકીની રજૂઆત માર્ગ અને મકાન વિભાગમાં કરવામાં આવી હતી. આથી આ રસ્તો નવો મંજૂર ન થાય ત્યાં સુધી લોકોને રાહત મળે તે માટે તેનું રિપેરીંગ કામ શરુ કરવામાં આવ્યું છે.