વડીયા પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટની કલમ મુજબ ફરીયાદ દાખલ થતા આ કામે આરોપી
તરીકે સુનીલ નાનજીભાઈ માંડવીયાની અટક કરવામાં આવી હતી. જેથી આ અંગે ચાર્જશીટ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ કેસ અદાલતમાં ચાલી જતા તમામ પુરાવાઓનું મુલ્યાંકન કરી નામદાર કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
ઉપરોકત કેસમાં આરોપી તર્ફે વકીલ નિર્મલકુમાર જી.બગડા અને મનસુખભાઈ એમ.કટારીયા રોકાયેલા હતા.