વડિયામાં રહેતા દિવ્યાંગ મતદાર રાજુભાઈ રાવરાણીએ મોંઘીબા પે સેન્ટર શાળામાં ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરિક તરીકેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું.
મતદાન કર્યા બાદ તેમણે લોકશાહીના માળખાને વધુ મજબૂત બનાવવા માટે દરેક નાગરિકને અચૂક મતદાન કરવા માટે પ્રેરક અપીલ કરી હતી. આ અવસરે વહીવટી તંત્રના કર્મચારીઓએ પણ સક્રિય રહીને દિવ્યાંગ અને
વૃધ્ધ મતદારોને મતદાનમાં કોઈ અગવડ ન પડે તેની ખાસ તકેદારી રાખી હતી. વડિયામાં વહીવટી સ્ટાફના સહયોગ અને મતદારોના ઉત્સાહને કારણે લોકશાહીનો આ ઉત્સવ ખરા અર્થમાં દીપી ઉઠ્‌યો હતો.