વડિયા તાલુકાના ગામડાઓમાં કાનૂની શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં ડોર ટુ ડોર કાનૂની સહાય અંગેનો પ્રચાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મફત લીગલ કાનૂની સહાય અંગેની પત્રિકાઓનું વિતરણ કરી ગામડાના છેવાડાના માણસ સુધી કાનૂની સહાય અંગેની જનજાગૃતિ
લાવવા પ્રયાસ હાથ ધરાયો હતો. વડિયાની નામદાર કોર્ટના ગ્રાઉન્ડથી મુખ્ય બજારમાં એક પ્રભાત ફેરી યોજવામાં આવી હતી. જેમાં વડિયા કોર્ટ, મામલતદાર ઓફિસ, પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ પંચાયતનો સ્ટાફ જોડાયો હતો અને લોકોમાં કાનૂની સહાય જાગૃતિનો ફેલાવો વધે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા.