ચૂંટણી પ્રચાર કરવા માટે આજે છેલ્લો દિવસ હતો ત્યારે લીલીયા મોટાના સરદાર ચોક ખાતે ગત રાત્રિના ભાજપના લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઈ હતી. આ તકે જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઈ દુધાતે ઉપસ્થિત અગ્રણી આગેવાનો અને ઉપસ્થિત જનમેદનીને શાબ્દિક રીતે આવકાર્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ કોંગ્રેસની નીતિ રીતિ પર આકરા પ્રહાર કરી કોંગ્રેસને આડે હાથે લીધી હતી. ઉપસ્થિત જનમેદનીને ભાજપના લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાની તરફેણમાં જંગી મતદાન કરવા અપીલ કરી હતી. આ તકે અમરેલી ૧૪ લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા, પૂર્વ કૃષિ મંત્રી બેચરભાઈ ભાદાણી, જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, ભીખાભાઈ ધોરાજીયા, અરૂણભાઇ પટેલ, બાબુભાઈ ધામત, મગનભાઈ વિરાણી, ભનુભાઈ ડાભી, જીગ્નેશ સાવજ, ગૌતમભાઈ વિછીયા, કાનજીભાઈ નાકરાણી, કેતનભાઇ ઢાકેચા સહિત લીલીયા તાલુકા ભાજપના તમામ સેલ મોરચાના કાર્યકરો હોદ્દેદારો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડિયા શહેરમાં ભાજપ ઉમેદવાર ભરતભાઇ સુતરીયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ વેપારીઓ પાસે દુકાને દુકાને જઈને ડોટ ટુ ડોર રૂબરૂમાં પ્રચાર કર્યો હતો. જેમાં વેપારીઓ અને ગ્રામજનોએ સારો એવો પ્રતિસાદ આપ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર ભરતભાઇ સુતરીયા અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ લોકોને ભાજપ તરફી મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ તકે વડિયા- કુંકાવાવ તાલુકાભરના ભાજપ કાર્યકરો અને આગેવાનો, તાલુકા પંચાયત પ્રમુખ પરશોતમભાઈ હિરપરા, જીલ્લા પંચાયત સભ્ય વિપુલભાઈ રાંક, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા, તુષારભાઈ વેગડ, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર સહિતના મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. ઉપરાંત બગસરા શહેરમાંથી પ્રાપ્ત સમાચાર મુજબ બગસરા શહેર ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ યુનુસભાઈ શેખ ૨ દિવસ પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. જે આજરોજ ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ તકે બગસરા શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઈ કોટડીયા તેમજ પ્રદીપ ભાખર વગેરેએ યુનુસભાઈ શેખને ભાજપમાં આવકાર્યા હતા.