વડિયામાં આવેલ પોસ્ટ વિભાગની મુખ્ય પોસ્ટઓફિસ બિલ્ડીંગ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત છે. ચોમાસામાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય તેમ છે. આ બાબતે સ્થાનિક અગ્રણીઓ દ્વારા અનેકવાર રજૂઆત પણ થયેલી છે. છતાં પરિણામ શૂન્ય આવ્યું છે ત્યારે વડિયાના લોકોનો અવાજ અધિકારીઓ અને નેતાઓ સુધી પહોંચે અને વહેલી તકે પોસ્ટઓફિસનું બિલ્ડીંગ બને તેવી લોકમાંગણી જોવા મળી રહી છે.
જ્યારે બીજી બાજુ હાલ પોસ્ટઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મુખ્ય બારી પર બેસતા કર્મચારી ગ્રાહકો સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. વડિયાના
જાગૃત નાગરિક દ્વારા પોસ્ટ વિભાગમાં આ અંગે ઇમેઇલથી ફરિયાદ નોંધાવાઇ છે.