સમગ્ર દેશમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો પોતાના તહેવાર ઉજવે છે. ઇદે મિલાદ અને ગણેશ ઉત્સવ બંને હિન્દુ મુસ્લિમ ધર્મના તહેવાર સાથે આવતા હોવાથી વડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ ડાંગરના અધ્યક્ષ સ્થાને બંને ધર્મના આગેવાનોની એક મિટિંગ વડિયા પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી. જેમાં બંને ધર્મના લોકો શાંતિપૂર્ણ રીતે પોતાના ધાર્મિક ઉત્સવ કાયદાની મર્યાદામાં રહી ઉજવે તેવી સૂચનાઓ આપી હતી.
મિટિંગમાં હિન્દુ ધર્મના આગેવાનોમાં મનીષ ઢોલરીયા, ભરત વઘાસીયા, શૈલેષ ઠુંમર, તુષાર ગણાત્રા, તુષાર વેગડ, ચેતન દાફડા જયારે મુસ્લિમ ધર્મના આગેવાનોમાં અકીલ પઠાણ, મુન્ના બાદશાહ,રાજુ પરીયટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.