વડિયા પંથકની સગીરા સાથે અમદાવાદના એક યુવકે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી. જે બાદ લગ્ન કરાવવાની લાલચે અપહરણ કરીને ભગાડી ગયો હતો. આ પછી વીરપુર (જલારામ) ખાતે બરવાળા બાવળના યુવકે ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીના પિતાએ બે અમદાવાદી સહિત કુલ છ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત મુજબ, અમદાવાદના રાહુલ તથા જયદીપ, બરવાળા બાવળ ગામના પ્રિતેશ  તથા રૂપેશ  અને અન્ય બે મળી કુલ છ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના રાહુલે સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી. જે બાદ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે પાંચ દિવસ પહેલા અપહરણ કરી લઈ ગયા હતા. બરવાળા બાવળ ગામના પ્રિતેશ નામના યુવકે સગીરાને વીરપુર (જલારામ) લઈ જઈ ગેસ્ટ હાઉસમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.