વડિયા કૃષ્ણપરા વિસ્તારમાં અતિ પૌરાણિક ધુંધળીનાથ મહાદેવનું મંદિર આવેલ છે જ્યાં ધુંધળીનાથ મહાદેવ સાથે અંબા માતાજી પણ બિરાજે છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી અંબા માતાજીની મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી ત્યારે રજનીકાંત ભટ્ટ પરિવાર દ્વારા નવી મૂર્તિ બિરાજમાન કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ તકે ગામના આગેવાનો દ્વારા દ્વારા રજનીકાંતભાઈ ભટ્ટનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામલોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.