વડિયાના દેવળકી ગામે દીવાલ ધસી પડતાં એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે સંજયભાઈ ભગવાનજીભાઈ દુદકીયા (ઉં.વ. ૪૫)એ પોલીસમાં જાહેર કરેલી વિગતો મુજબ, તેમના ભાઈ બહાદુરભાઈ ભગવાનજીભાઈ દુદકીયા (ઉં.વ. ૪૦) ઘરે દીવાલ પાડવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક દીવાલ તેમના પર પડતાં શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.






































