વડિયા ઢુંઢીયાપીપળીયા વચ્ચે આવેલા બેઠા પુલના કારણે અનેક લોકો ચોમાસામાં વરસાદમાં હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે ઢુંઢીયાપીપળીયા ગામના સરપંચ લાલજીભાઈ વાવલીયા, તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા ગજેન્દ્રભાઈ પટોળીયા, રવજીભાઈ ચુડાસમા સહિતના આગેવાનોએ ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાને રજૂઆત કરી હતી. વડિયાથી ઢુઢીયાપીપળીયા વચ્ચે આવેલા બેઠા કોઝવેમાં ચોમાસામાં પાણી ફરી વળતા વડિયા ઢુંઢીયાપીપળીયા વચ્ચેનો માર્ગ બંધ થઈ જાય છે અને લોકોને ઈમરજન્સી દવાખાને કે અન્ય જગ્યાએ જવામાં મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આ રજૂઆતને ધ્યાનમાં રાખી કૌશિકભાઈ વેકરીયાએ નવો બ્રિજ પુલ બનાવવા માટે સાઈઠ લાખ જેટલા રૂપિયા મંજૂર કરાવ્યા છે. ત્યારે જીલ્લા પંચાયત શાસક પક્ષના નેતા વિપુલભાઈ રાંક ગજેન્દ્રભાઈ પટોળીયા, સરપંચ લાલજીભાઈ વાવલીયા, રવજીભાઈ ચુડાસમા, વડિયા- કુંકાવાવ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા સહિતના આગેવાનોએ કૌશિકભાઈ વેકરીયાનો આભાર માન્યો હતો.