વડિયા ગૌ સેવા મિત્ર મંડળ દ્વારા ગ્રામપંચાયતનાં પટાગણમાં ગૌસેવા સાથે સમાજસેવાનો
ઉત્કૃષ્ટ મેસેજ આપતા અગિયાર દીકરીઓનો સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ભોજન ખર્ચ પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઊંધાડના પરિવારે ભોગવી સમાજ સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતુ. આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો જેમાં લગ્ન સાથે જોડાયેલ યુવાનો દ્વારા પચાસ બોટલ જેટલું રક્તદાન કરી સમાજસેવાના આ યજ્ઞમાં સેવારૂપી પોતાનું યોગદાન આપ્યું હતુ. આ સફળ આયોજન ગૌસેવા મિત્ર મંડળનાં વડિયાનાં સરપંચ મનીષ ઢોલરીયા, કાળુમામા વડેરિયા, રમેશભાઈ સંઘાણી, દિનેશભાઇ સેજપાલ, ભરતભાઈ વઘાસીયા દ્વારા કરવામાં આવ્યું હતું.