પ્રાગટ્ય મહોત્સવમાં વૈષ્ણવોને દર્શનાર્થે આવવા આમંત્રણ પાઠવાયું
વડિયામાં અખંડ ભૂમંડલાચાર્ય શ્રીમદ્‌ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૭મો પ્રાગટ્ય ઉત્સવની, ચૈત્ર વદ અગિયારસ, શનિવાર તા.૪/૫/૨૦૨૪ના રોજ વડિયા ગામતળની જૂની હવેલીમાં ધામધૂમથી ઉજવણી થશે. જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડિયાના દરેક પરમ ભગવદીય વૈષ્ણવો, વડિયાના પૂર્વ ઉપસરપંચ છગનભાઇ ઢોલરીયા, પરમ ભગવદીય મરજાદી વૈષ્ણવ જેઠાભાઈ રાક, ભરતભાઈ રામાણી, રવજીભાઈ સોજીત્રા, રવજીભાઈ શેલડીયા તથા તમામ સત્સંગીઓ તેમજ દરેક ભગવદીય વૈષ્ણવો દ્વારા આ ઉત્સવને ઉજવવા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવ અંતર્ગત સાંજે ૫ કલાકે નંદ મહોત્સવની ઉજવણી થશે અને તે બાદ મહાપ્રસાદ તથા રાસ કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોટી સંખ્યામાં લાભ લેવા જણાવાયું છે.