અમરેલી જિલ્લામાં હવામાન ખાતાની અતિભારે વરસાદ અને પવનની આગાહીના પગલે બુધવારની રાત્રે કમોસમી વરસાદ વચ્ચે જારદાર પવન ફુંકાયો હતો. ત્યારે વડીયા શહેરમાં એસબીઆઈ બેન્ક પાસે વૃક્ષની મોટી ડાળ ધરાશાયી થતા લોકોમાં નાસ-ભાગ મચી હતી. જોકે, સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઉપરાંત અમરેલી, સાવરકુંડલા, ધારી બગસરા સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયાના પગલે નાની-મોટી નુકસાની થઈ હતી.