વડિયામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે વાસ્મો યોજના અંતર્ગત બે લાખ લીટર પાણીનો સંગ્રહ થાય તેવા ટાંકાનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડિયાના સદગુરૂનગરમાં હવે પાણીની સમસ્યા ભુતકાળ બની જશે. રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણીની સમસ્યા ન રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ છે. જેથી વાસ્મો યોજના અંતર્ગત સદગુરૂનગરમાં પાણીનો ટાંકો બનાવવામાં આવશે. પાણીના ટાંકાનું ખાતમુહૂર્ત પૂર્વમંત્રી બાવકુભાઇ ઉંધાડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે વિપુલભાઇ રાંક, મનીષભાઇ ઢોલરીયા, તુષારભાઇ વેગડ સહિત ગ્રામજનો હાજર રહ્યાં હતાં.