વડિયા ગ્રામ પંચાયતના સદસ્ય અને જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ જુનેદ ડોડીયાનો જન્મ દિવસ નવરાત્રિમાં આવતો હોવાથી તેમણે અનોખી રીતે તેની ઉજવણી કરી હતી. તેમણે મિત્રો સાથે ગામના ગાંધી ચોક ગરબી મંડળની બાળાઓને શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું હતું. આ ગરબીમાં મુસ્લિમ બાળાઓ પણ ઘૂમતી હતી ત્યારે ગામમાં કોમી એકતાના દૃશ્યો જોવા મળ્યા હતા. આ કિટ વિતરણમાં બ્રહ્મસમાજના ઉપપ્રમુખ રજની તેરૈયા, મુસ્લિમ સમાજના પ્રમુખ અકીલ પઠાણ, વિશાલ જોશી, દેવકુ મોડા, હર્ષ તેરૈયા, ગાંધી ચોક યુવક મંડળ અને ગરબી મંડળ હાજર રહ્યા હતા.