રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવતાં મામલતદારની ખાલી પડેલી જગ્યાઓમાં મામલતદારની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પોરબંદરના નાયબ મામલતદાર એન.જે. ખોડભાયાની વડિયાના મામલતદાર તરીકે નિમણૂક થતાં મામલતદારે જણાવ્યું હતું કે ગૌચર જમીનમાં દબાણ કે ખોદકામ કરવામાં આવશે તો તેવા ઇસમો સામે કડક કાર્યવાહી કરાશે. આમ વડિયામાં મામલતદારની નિમણૂકથી ભૂમાફિયાઓમાં ભય ફેલાયો છે.