વડિયાના એક પણ બુથ પર મંડપ કે છાંયાની વ્યવસ્થા નહીં કરતાં મતદારો તડકામાં શેકાયા હતા. જેથી લોકોએ ઓબ્ઝર્વરને ફરિયાદ કરી હતી. એક તરફ સરકારે મોટી જાહેરાતો કરી હતી કે મતદારોને કોઈપણ પ્રકારની તકલીફો ના પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે, ત્યારે વડિયાના આઠ મતદાન બુથમાં મંડપ કે છાંયાની વ્યવસ્થા નહોતી. મંડપ કે છાંયાની વ્યવસ્થા ના હોવાના કારણે મતદારો નિરાશ થયા હતા. જોકે ઓબ્ઝર્વેશન અધિકારીએ મંડપ સર્વિસવાળાને સોમવાર સાંજથી સતત ફોન કર્યા હતા પરંતુ મંડપ સર્વિસવાળાએ પોતાની મનમાની ચલાવી મંડપ નાખ્યા જ નહીં તેથી લોકો ખુબ નિરાશ થયા હતા.