અમરેલી જિલ્લાના તાલુકા મથક એવા વડિયામાં હિમાલયનો ધ્યાન યોગ મેગા વીડિયો શિબિરનું આયોજન ૧૬ મે ને ગુરુવારથી ૨૩ મે સુધી સાંજના ૭ઃ૩૦ થી ૯ઃ૩૦ કલાક સુધી સુરગવાળા હાઈસ્કૂલ, બસ સ્ટેન્ડ સામે કરવામાં આવ્યુ છે. આ વીડિયો શિબિરમાં હિમાલયન ધ્યાન સંસ્કારના પ્રણેતા હિમાલયના મહર્ષિ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પ્રવચન દ્વારા ધ્યાન કરાવવામાં આવનાર છે તો સમગ્ર વડિયા વિસ્તારના લોકોને આ ધ્યાન શિબિરનો લાભ લેવા આયોજક ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે.