વડિયામાં પીજીવીસીએલ દ્વારા કેબલ નાખવાની કામગીરી કરાતી હોવાનાં કારણે વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કામગીરી ચોક્કસ વિસ્તારમાં કરવાની હોવા છતાં સમગ્ર શહેરમાં વીજ પુરવઠો કપાતા લોકો ગરમીથી ત્રાહિમામ્ પોકારી ઉઠયા હતા. ઉપરાંત વીજ લાઈનને નડતરરૂપ ઝાડ કાપવાની કામગીરી દરમિયાન મોટી ડાળીઓ વીજ લાઈન પર પડતા તાર તૂટી લોખંડનો પોલ બેન્ડ વળી ગયો હતો. જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. ઋષિ પાંચમનાં તહેવારમાં વીજ પુરવઠો ખોરવાતાં લોકો ગરમીમાં શેકાયા હતા.