વડિયામાં ૧૦થી વધુ શેરી ગરબીઓ દ્વારા માતાજીની ઉપાસના કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલા ખોડિયાર ગરબી મંડળ દ્વારા આયોજીત નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ગરબીમાં બાળાઓ ભક્તિભાવથી માતાજીની આરાધના કરતી જોવા મળી હતી. જેમાં પરંપરાગત ગરબા રમી બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી. સાથે જ દશેરાનાં દિવસે ખોડિયાર ગરબી મંડળ દ્વારા યજ્ઞનું આયોજન કરાયું હતું.