અમરેલી જિલ્લાના વડિયા ખાતે ભારતીય સેનાના શૌર્ય અને ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓનો ખાત્મો બોલાવવા બદલ તેમને બિરદાવવા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની આગેવાની હેઠળ યોજાયેલી આ યાત્રા વડિયા બસસ્ટેન્ડથી શરૂ થઈને શિવાજી ચોક સુધી પહોંચી હતી. ડીજેના તાલે દેશભક્તિના ગીતો અને “ભારત માતા કી જય”ના નારા લગાવતા લોકોએ તિરંગો ધ્વજ લહેરાવી સેના પ્રત્યે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ યાત્રામાં કૌશિકભાઈ વેકરીયા ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ પરષોત્તમભાઈ હિરપરા, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી સહિત મોટી સંખ્યામાં લોકો, પોલીસકર્મીઓ અને હોમગાર્ડ જોડાયા હતા. આ યાત્રા દ્વારા ભારતીય સેનાના અદમ્ય શૌર્ય અને બલિદાનને સલામ કરવામાં આવી હતી.