વડિયામાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ સભામાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારત સહિત ગુજરાતમાં ખેડૂતો સામેની શોષણકારી વર્તમાન સરકારની નીતિઓ સામે પ્રહારો કરી આવનાર સમયમાં જિલ્લા કલેક્ટર મારા ખેડૂતને સલામ મારે તેવું ન્યાય પ્રિય ગુજરાત બનાવવું છે. હવે વિસાવદરવાળી જ કરવાનો એક જ વિકલ્પ બચ્યો છે. પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકીએ વર્તમાન સરકારની દારૂ બંધીની અમલવારીની ભારે પોલ ખોલી ગૃહ મંત્રી હર્ષ સંઘવીને આડેહાથ લીધા હતા.









































