વડિયામાં સુરગેશ્વર મંદિર પાછળ કોઇ અજાણ્યા ટીખળખોર દ્વારા વાછરડાના પગ પર ગંભીર ઇજા પહોંચાડી પગ ભાંગી નાખતા પશુપ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે. એવું જાણવા મળ્યું હતું કે, કોઇ ટીખળખોરે વાછરડાના પગ પર મોટા પથ્થરોના ઘા મારી આ અબોલ પશુને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતા સેવાભાવી લોકો તપાસ કરતા કરતા ઘટના સ્થળ સુધી પહોંચી ગયા હતા. જ્યાં વાછરડું દર્દના કારણે કણસી રહ્યું હતું. વાછરડાના બંને પગ ભાંગી નાખવામાં આવ્યા છે, ત્યારે આવા તત્વો સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.