અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાથી જેતપુર તરફ જવાના મુખ્ય રસ્તા પર રાત્રીના સમયે એક વાહન ચાલક પસાર થતા હતા ત્યારે ચારણીયા ગામ પાસે સુરવો નદી પર આવેલ પુલ પર દીપડા જેવું રાની પશુ દેખાતા તેમણે પોતાનું વાહન ધીમું પાડી વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો અને એ અચાનક ભેટો નામથી વીડિયો પોસ્ટ કર્યો હતો. જે વાઇરલ થતા વડિયા, ચારણીયા, ચારણ સમઢીયાળા, હનુમાન ખીજડીયાના વિસ્તારમાં ખેતરોમાં વસવાટ કરતા ખેત મજૂરો, પશુપાલકો અને આ વીડિયો મુજબ એ ચારણીયા ગામની નજીક માનવ વસાહત પાસેનો વીડિયો હોવાથી ચારણીયા વાસીઓમાં ફાફડાટ જાગ્યો છે અને આ દીપડો કોઈ માણસ કે પાલતુ પશુને નુકસાન કરે તે પહેલા તેને પકડવાની માંગણી ખેડૂતો, ખેત મજૂરો અને પશુપાલકો તરફથી કરવામાં આવી છે.