વડિયાના લુણીધાર ગામે અભ્યાસના દબાણ અને કૌટુંબિક અણબનાવને કારણે એક યુવતીએ ઝેરી પાઉડર ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ હતી. ભણવામાં રસ ન હોવા છતાં માતા દ્વારા કોલેજ જવાના આગ્રહને કારણે મનદુઃખ થતા યુવતીએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની વિગત મુજબ, ભોગ બનનાર યુવતીને આગળ અભ્યાસ કરવામાં કે કોલેજ જવામાં કોઈ રસ નહોતો. આમ છતાં, તેની માતા તેને ભણવા માટે કોલેજ મોકલતી હતી. આ બાબતે છેલ્લા ત્રણ દિવસથી માતા અને પુત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી. માતા સાથે થયેલી બોલાચાલીને કારણે યુવતીને મનમાં લાગી આવ્યું હતું. આવેશમાં આવીને યુવતીએ પોતાના ઘરે પડેલો ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો. ઝેરની અસર થતા જ યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અમરેલીમાં પણ એક પુરુષે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર પોતાની મેળે ઘઉમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતા.





































