વડિયાના લુણીધાર ગામે રહેતા એક યુવકે ૧૦ દિવસ પહેલા વાડીએ એસિડ પીધું હતું. જે બાદ તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ અંગે ભરતભાઈ ગોરધનભાઈ સરધારા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ તેમના પુત્રએ વાડીએ તા.૦૨-૦૬-૨૦૨૨ના રોજ કોઈ કારણોસર એસિડ પી લીધું હતું.
જે બાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મરણ થયું હતું. વડિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એમ.એમ.ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે. નવા ખીજડીયા ગામે વાડીમાં રહી ખેતમજૂરી કરતાં શૈલેષભાઈ રમેશભાઈ ગમારીયા (ઉ.વ.૧૯)એ અગમ્ય કારણોસર પોતાની મેળે ગળાફાંસો ખાઈ લીધો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.કે.મોરવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.