વડિયાના સદ્‌ગુરૂનગર વિસ્તારમાં રહેતા અને જેતપુર ખાતે એસટી ડેપોમાં નોકરી કરતા મનોજભાઇ દિનેશભાઇ અધેરાએ માનસિક ટેન્શનમાં આવી જઇ ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા વડિયા પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. મૃતકના ભાઇ પિન્ટુભાઇ અઘેરાએ આ અંગે વડિયા પોલીસમાં જાહેર કરતા જણાવ્યું હતું કે, મૃતક મનોજભાઇ છેલ્લા કેટલાક સમયથી માનસિક ટેન્શનમાં હતા. આજે તેમણે સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું છે. વડિયા પોલીસે ઘટના અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.