વડિયાના ઢુંઢીયા પીપળીયા ગામેથી બાઇક ચોરી થઈ હતી આ અંગે અજયભાઈ ગભરૂભાઈ સોલંકી (ઉ.વ.૨૪)એ જાહેર કર્યા મુજબ, તેમણે ૧૦ દિવસ પહેલા તેમનું બાઇક ખુલ્લામાં પાર્ક કર્યુ હતું. જેની કોઈ અજાણ્યો ચોર ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. બાઇકની કિંમત રૂ.૪૦ હજાર જાહેર થઈ હતી. વડિયા પોલીસના એએસઆઈ બાલસરા વધુ તપાસ કરી રહ્યા છે.