વડિયાના વતની અને સમગ્ર વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા પીઢ એડવોકેટ, નોટરી અને પત્રકાર ભીખુભાઇ વોરા વર્ષોથી વકીલાત, પત્રકારત્વ અને સામાજિક તથા રાજકીય ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સાથે વડિયા વિસ્તારના લોકોના પ્રાણ પ્રશ્નોને પણ વાચા આપતા પીઢ અગ્રણીને બેન્ક ઓફ બરોડામાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂક આપવામાં આવી છે, જાગૃત વ્યક્તિની નિમણૂક થતા સમગ્ર વિસ્તારના સામાન્ય લોકો, ખેડૂતો અને વેપારીઓમાં ખુશી વ્યાપી છે અને સમસ્ત લોકોએ વરણીને આવકારી છે.