અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં એક વ્યક્તિ પર કુહાડી વડે જીવલેણ હુમલો થતા ચકચાર મચી છે. દિનેશભાઈ સોલંકી નામના ઈજાગ્રસ્ત વ્યક્તિ પર તેમના જ કુટુંબીજનો દ્વારા હુમલો કરાયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હુમલાખોરોએ કુહાડી વડે બંને પગ કાપી અલગ કરી નાખતાં દિનેશભાઈ લોહીથી લથબથ હાલતમાં પડી ગયા હતા. તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા ડ્ઢરૂજીઁ ચિરાગ દેસાઈ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે









































