વડિયાના અમરાપુર ગામે સગીરાના અપહરણની ધટના સામે આવી છે. જેમા વાડીએ રહેતા મૂળ છોટાઉદેપુરના એક પરિવારની સગીરાનું તેનો જ હમવતની બદકામના ઈરાદે અપહરણ કરીને લઈ ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ છોટાઉદેપુરના મોલદાર ગામના પ્રદિપભાઈ રેશીંગભાઈ નાયકા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી તેમની પુત્રી સગીર વયની છે તે જાણતો હોવા છતાં લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાના તથા બદકામ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હતો. ફરીયાદ પરથી વડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી આઈ પી ડી ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.