વડિયાનાં મોરવાડા ગામે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા દ્વારા સરકારમાંથી મંજૂર થયેલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મોરવાડા ગામે કોજવે, ભૂગર્ભ ગટર અને બ્લોક રોડની કામગીરી માટે ખાતમુહૂર્ત કરાયા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, તાલુકા પંચાયત પ્રમુખ પરષોત્તમ હિરપરા, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્મર, યુવા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ બોરીચા, ભાજપ અગ્રણી તુષાર ગણાત્રા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ મનોજ હપાણી, સરપંચ પુનાભાઈ ઠુમ્મર, પ્રતાપભાઈ બસીયા, તખુભાઈ બસીયા સહિતનાં આગેવાનો અને સ્થાનિક લોકો જોડાયા હતા.