ઉત્તરપ્રદેશની ચુંટણીને લઇ તમામ પાર્ટીઓ અત્યારથી કામે લાગી ગઇ છે,તૈયારીઓની કસોટી પર કોઇ કમી રહી ન જાય તેના માટે દરેક પાર્ટી કોઇ કસર છોડવા માંગતી નથી એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૦ દિવસમાં ચાર વાર ઉત્તરપ્રદેશ જશે.
આ ક્રમમાં મોદી ૧૮ ડિસેમ્બરના રોજ શાહજહાંપુરમાં ગંગા એકસપ્રેસ વેની આધારશિલા રાખશે જયારે ૨૮ ડિસેમ્બરે કાનપુરમાં મેટ્રોનું લોકાર્પણ કરશે એ યાદ રહે કે વડાપ્રધાન ૧૮થી ૨૮ ડિસેમ્બરની વચ્ચે ઉત્તરપ્રદેશના પ્રવાસે રહેશે
મોદી પોતાના પ્રસ્તાવિત કાર્યક્રમ હેઠળ ૧૮ ડિસેમ્બરે શાહજહાંપુર જશે.અહીં વડાપ્રધાન ગંગા એકસપ્રેસ વેની આધારશિલા રાખશે એ યાદ રહે કે ગંગા એકસપ્રેસ વે મેરઠથી પ્રયાગરાજ સુધી યુપીના ૧૨ જીલ્લાથી થઇને પસાર થશે આથી એકસપ્રેસ વે યુપીના પૂર્વ અને પશ્ચિમ ક્ષેત્રને પરસ્પર જાડશે. ૩૬,૨૦૦ કરોડના ખર્ચે બનનાર આ યુપીનો સૌથી લાંબો એકસપ્રેસ વે હશે.
પ્રસ્તાવિત કાર્યક્રમ અનુસાર ૨૧ ડિસેમ્બરે વડાપ્રધાન પ્રયાગરાજ જશે અહીં મોદી એક કાર્યક્રમમાં ભાગ લેશે તેમાં લગભગ બે લાખ મહિલા કર્મચારીઓને સામેલ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.જયારે ૨૩ ડિસેમ્બરે વડાપ્રધાન પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે અને ત્યારબાદ ૨૮ ડિસેમ્બરે તેઓ કાનપુર જશે.