તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ પહોંચે તેના થોડા કલાક અગાઉ જ ગુરુવારે સવારે બેંગ્લોર જવા માટે રવાના થઈ ગયા. એમ ૪ મહિનામાં બીજી વખત થયું છે જ્યારે કે. ચંદ્રશેખર રાવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હૈદરાબાદ પ્રવાસ દરમિયાન મળતા દૂરી બનાવી હોય. આ પહેલા ફેબ્રુઆરીમાં વડાપ્રધાન ‘સમાનતા કી પ્રતિમા’નું અનાવરણ કરવા માટે અહીં પહોંચ્યા હતા, જે સંત રામાનુજોચાર્યની વિશાળ પ્રતિમા છે.
સરકારી અધિકારીઓએ ત્યારે જણાવ્યું હતું કે, ચંદ્રશેખર રાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની ન કરી શક્યા કેમ કે, તેઓ બીમાર છે. ચંદ્રશેખર રાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જનતા દળ (સેક્યુલર)ના પ્રમુખ એચ.ડી. દેવગોડા સાથે કર્ણાટકની રાજધાનીમાં મુલાકાત કરી અને રાષ્ટ્રીય રાજનીતિ પર ચર્ચા કરી. એચ.ડી. દેવગોડાએ મુલાકાત બાદ ટ્‌વીટ કરી કે, તેલંગાણાના માનનીય મુખ્યમંત્રી શ્રી કે. ચંદ્રશેખર રાવે આજે મારા આવાસ પર મારી સાથે મુલાકાત કરી. અમે રાષ્ટ્રીય મહ¥વના અલગ અલગ વિષયો પર વિચાર અદાન-પ્રદાન કર્યા. એ સ્પષ્ટ અને શાંતિપૂર્ણ ભેટ હતી.
પૂર્વ વડાપ્રધાનના પદ્મનાભનગર સ્થિત ઘર પર થયેલી મુલાકાત દરમિયાન એચ.ડી. દેવગોડાના પુત્ર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી અને પૌત્ર નિખિલ કુમારસ્વામી સહિત અન્ય ઉપસ્થિત હતા. કે ચંદ્રશેખર રાવે રાષ્ટ્રીય સ્તરની રાજનીતિના નજરીયાથી મહત્વપૂર્ણ કાર્યક્રમો અને સામાજિક કાર્યક્રમોમાં સામેલ થવા માટે હાલમાં જ કેટલાક પ્રવાસ કર્યા છે. એ હેઠળ તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજોબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પણ મુલાકાત કરી હતી.
ચંડીગઢમાં તેમણે એ ખેડૂતોના પરિવારોને આર્થિક સહાયતાની રજૂઆત કરી હતી, જેમનું મૃત્યુ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન દરમિયાન થઈ ગયું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસની ૨૦મી વર્ષગાંઠ સમારોહમાં હિસ્સો લેવા આજે બપોરે હૈદરાબાદ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, પરિવાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પાર્ટી હંમેશાં પોતાના ફાયદા બાબતે વિચારે છે અને તે દેશના સૌથી મોટી દુશ્મન છે.