દેશમાં અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાનને સમજાતું નથી કે દેશની જનતા શું ઈચ્છે છે. એમ પણ કહ્યું કે પીએમ મોદીને તેમના મિત્રોના અવાજ સિવાય કશું સંભળાતું નથી. જીએસટી,નોટબંધી, કૃષિ કાયદા અને હવે અગ્નિપથ જેવી યોજનાઓનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તે લોકોના કલ્યાણ માટે રજૂ કરવામાં આવી હતી પરંતુ નાગરિકોએ તેને નકારી કાઢી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે અગ્નિપથને યુવાનોએ નકારી કાઢ્યું, કૃષિ કાયદાને ખેડૂતોએ નકારી કાઢ્યા. અર્થશા†ીઓ દ્વારા નોટબંધીને નકારી કાઢવામાં આવી હતી અને જીએસટીને વેપારીઓએ નકારી કાઢી હતી. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, વડાપ્રધાન સમજી શકતા નથી કે દેશની જનતા શું ઈચ્છે છે, કારણ કે તેઓ તેમના ‘મિત્રો’ના અવાજ સિવાય કંઈ સાંભળતા નથી.
કોંગ્રેસના મહાસચિવ અને રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ વડાપ્રધાનને આ યોજના પાછી ખેંચવાની વિનંતી કરી કારણ કે યુવાનો તેનો વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકારે ૨૪ કલાકની અંદર નવી સેના ભરતી યોજનાના નિયમોમાં ફેરફાર કરવો પડ્યો છે, જેનો અર્થ છે કે ઉતાવળમાં આ યોજના યુવાનો પર લાદવામાં આવી છે.
પ્રિયંકા ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું કે નરેન્દ્ર મોદીજી, કૃપા કરીને આ સ્કીમ તાત્કાલિક પાછી ખેંચો અને તેમને એરફોર્સમાં લોકોની ભરતી કરવા વિનંતી કરી, જે રોકી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે વય મર્યાદામાં છૂટછાટ આપીને સેનામાં પહેલાની જેમ ભરતી કરવી જાઈએ. તે જ સમયે, કોંગ્રેસ પાર્ટીએ માંગ કરી છે કે અગ્નિપથ યોજના હેઠળ સશસ્ત્ર દળોમાં ટૂંકી સેવાની ભરતી પર પ્રતિબંધ મૂકવો જાઈએ અને આ અંગે આગળની કાર્યવાહી કરતા પહેલા નિષ્ણાતો સાથે વ્યાપક પરામર્શ કરવામાં આવે.