વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮મી જુલાઈએ ગુજરાત આવી રહ્યા છે. અહીંના મહાત્મા મંદિરમાં સેમિકોન ઈન્ડિયાની બીજી આવૃતિના ત્રણ દિવસીય એક્ઝિબિશન અને વર્કશોપનું આયોજન થઈ રહ્યુ છે.
જેનું ઉદ્દધાટન વડાપ્રધાન દ્વારા થશે. સેમિકોન ઈન્ડિયા એ ટેકોલનોજી કંપનીના રોકાણ અને સહયોગ થકી ગુજરાતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને વેગ આપવા કોન્ફરન્સ યોજી રહ્યુ છે. અમેરિકાની માઈક્રોન ટેકનોલોજી એ તાજેતરમાં જ ગુજરાતમાં રોકાણ માટે એમઓયુ કર્યા છે. આથી ૨૮થી ૩૦ જુલાઈ એમ ૩ દિવસના વર્કશોપ કમ એક્ઝિબિશન કોન્ફરન્સમાં જોપાન, નેધરલેન્ડ, એમેરિકા, કેનેડા સહિતના દેશોમાંથી પણ આ ક્ષેત્રના જોણિતા એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. મહાત્મા મંદિરમાં યોજોનારી કોન્ફરન્સનું વડાપ્રધાન મોદી ઉદ્દઘાટન કરશે. ૨૮મી જુલાઈએ વડાપ્રધાન આ કાર્યક્રમ ઉપરાંત રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાપર્ણ કે ખાતમૂર્હતના કાર્યક્રમો પણ યોજી શકે છે.