દેશના પ્રથમ અને પૂર્વ પ્રધાન મંત્રીશ્રી પંડિત જવાહરલાલ નહેરુ ની આજે ૫૮ મી પુણ્યતિથિ છે . આ સંદર્ભમાં હાલના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટિવટ કરવામાં આવ્યું તેણે ટિવટમાં લખ્યું છે કે “પંડિત જવાહરલાલ નેહરુજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.” આ સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ એક વિડીયો શેર કર્યો છે અને લખ્યું છે કે ” નિધનના ૫૮ વર્ષ પછી પણ પંડિત જવાહર લાલ નહેરુજીના વિચાર, રાજનીતિ અને આપના દેશ પ્રત્યેનો દ્રષ્ટિકોણ એટલો જ પ્રાયોગિક છે જેટલો ત્યારે તેમના માટે હતો. ભારતના આ અમર પુત્રના મૂલ્ય હંમેશા આપણા કાર્ય અને વિવેકને માર્ગદર્શન કરતાં રહેશે.
ગાંધી પરિવારે પંડિત નહેરુને શ્રદ્ધાંજલિ આપી હતી.શાંતિ વન પંડિત જવાહરલાલની સમાધિ સ્થળ ઉપર કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપતા ફોટોને કોંગ્રેસ ના ટિવટર એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ લખ્યું છે કે ” પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ ની પુણ્યતિથિ પર આજે તેમને યાદ કરું છું.” કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ ટિવટ કરીને કહ્યું છે કે ” આધુનિક ભારતના નિર્માતા અને ભારતને આર્થિક વિજ્ઞાનિક ઔદ્યોગિક અને વિભિન્ન ક્ષેત્રોમાં આગળ લઈ જવા વાળા ભારતના પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વર્ગીય પંડિત જવાહર લાલ નહેરુજીને એમની પુણ્યતિથિ ઉપર શત-શત નમન. નહેરુજી ઓગસ્ટ ૧૯૪૭ દેશ આઝાદ થયાં પછીથી લઈને ૨૭ મે ૧૯૬૪ પોતાના નિધન સુધી પ્રધાનમંત્રી રહ્યા હતાં.