બેંગલુરૂમાં વડાપ્રધાન મોદીની યાત્રા પહેલા રસ્તાઓ પર ડામર પાથરવા માટે કુલ ૨૩.૫૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેના લીધે બીબીએમપીનું માથું શરમથી ઝૂકી ગયું. એમાંય વળી ૨૩ કરોડનો ખર્ચ કર્યા બાદ પણ વડાપ્રધાન મોદીની યાત્રા બાદ ફરી ડામરથી તૈયાર કરેલો રસ્તાનો એક ભાગ તૂટી ગયો એટલે કે બીજો જ દિવસે તેમાં ભૂવા પડી ગયા. જેના લીધે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઇએ મ્મ્સ્ઁ કમિશનરને આ સમગ્ર મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
મુખ્યમંત્રી બોમ્બઇએ બીબીએમપી કમિશનરને ખરાબ કામ કરનાર વિરૂદ્ધ તપાસ કરવાનો આદેશ તેમજ તેની માટે જવાબદાર લોકો વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઇએ કે, ૨૩ કરોડના રોડ રિપેરિંગના કાર્ય અંતર્ગત ૬ કરોડના ખર્ચે મુખ્ય માર્ગનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. મહત્વનું છે કે, સોમવારના રોજ વડાપ્રધાન મોદીએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. જો કે, રાત્રિભર વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાનો એક ભાગ તૂટી ગયો હતો. પ્રાથમિક તપાસ મુજબ પાણીની પાઈપ લીક થવાના કારણે રસ્તો તૂટી ગયો હોવાનું જોણવા મળી રહ્યું છે.
દક્ષિણ બેંગાલુરુમાં જ્ઞાન ભારતી મુખ્ય માર્ગને ૬.૦૫ કરોડના ખર્ચે ડામરથી તૈયાર કરવામાં આવ્યો હતો. નાગરિક સંસ્થાએ બેંગલુરુ યુનિવર્સિટી કેમ્પસ હેઠળ આવતા વિસ્તારમાં લગભગ ૩.૬ કિલોમીટરનું અંતર કવર કર્યું હતું. કેમ્પસનું ઉદ્‌ઘાટન કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ડા. બીઆર આંબેડકર સ્કૂલ આૅફ ઇકોનોમિક્સ (બેઝ) યુનિવર્સિટીની મુલાકાત લેવા આવ્યા હતા. પરંતુ મોદીની મુલાકાતના એક દિવસ બાદ માત્ર સાધારણ વરસાદમાં જ રસ્તામાં ભૂવા પડી ગયા. જેના લીધે બીબીએમપી કમિશનરને આ ઘટનામાં ખરાબ કામ કરનાર વિરૂદ્ધ તપાસ કરવાનો આદેશ કરાયો.
જ્યારે બીબીએમપી એન્જિનિયરોને શંકા છે કે, સપાટીની નીચે લીકેજ પાણી અથવા ગટરની પાઈપલાઈન ગુફામાં પરિવર્તિત થઇ ગઇ છે, જેમાંથી એકે કહ્યું કે, તેને માત્ર ઓછાં ગાળામાં તૈયાર કરાયો હતો આથી ગુણવત્તાયુક્ત કાર્ય થઈ શક્યું નથી. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત માટે મુખ્યરૂપથી રસ્તાને તાત્કાલિક ડામર કરીને તૈયાર કરાયો હતો અને કાર્યક્રમના પાંચ દિવસ પહેલાં કામ શરૂ થઈ ગયું હતું. કારણ કે પીએમ મોદી જ્યારે મુલાકાતે આવે ત્યારે તેઓની માટે રસ્તાઓ વધારે માત્રામાં સારા હોય તે જરૂરી છે. જો કે, આવું પ્રથમ વખત નથી થયું અને ના તો આવું છેલ્લી વાર થશે. વધુમાં જણાવી દઇએ કે, કર્ણાટકની નાગરિક સંસ્થાઓ અને જિલ્લા સત્તાવાળાઓએ લગભગ રૂ. ૫૬ કરોડનો ખર્ચ કર્યો હતો, જેમાંથી મોટા ભાગનો ખર્ચો રસ્તા પર ડામર કરવા માટે કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાનની મુલાકાત પહેલા બીબીએમપીએ કુલ ૧૪.૦૫ કિમી રોડનો પુનઃવિકાસ કર્યો હતો.ડેટા અનુસાર, નાગરિક એજન્સીએ બલ્લારી રોડના ૨.૪ કિમીના પટ પર રૂ. ૪.૦૬ કરોડ, તુમકુર રોડના ૦.૯ કિમીના પટ પર રૂ. ૧.૫૫ કરોડ, યુનિવર્સિટી રોડના ૩.૬ કિમીના પટ પર રૂ. ૬.૦૫ કરોડ ખર્ચ્યા હતા. મૈસુર રોડના ૦.૧૫ કિમીના પટ માટે રૂ. ૩૫ લાખ અને કોમઘાટ્ટા રોડના ૭ કિમીના પટ માટે રૂ. ૧૧.૫ કરોડ ખર્ચ્યા હતા