પીએમ મોદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એકટીવ રહે છે. તે જે પણ કરે છે, તે તેમના અનુયાયીઓ સાથે આખા દેશમાં ઝડપથી ફેલાઈ જાય છે. તેમને તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઠ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે તેમના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે અને આ મહેમાનનું નામ પણ છે.
પીએમ મોદીએ કહ્યું, ‘આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – ગાવઃ સર્વસુખ પ્રદા. લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાન ગૃહ પરિવારમાં નવા સભ્યનું શુભ આગમન થયું છે. વડાપ્રધાન આવાસમાં પ્રિય માતા ગાયે નવા વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર પ્રકાશનું નિશાન છે. તેથી, મેં તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.
પીએમ મોદીએ પોતાની સાથે દીપજ્યોતિની તસવીરો પણ પોસ્ટ કરી છે, જેમાં પીએમ મોદી તેને પ્રેમ કરતા જાવા મળે છે. પીએમ મોદી ઘરના મંદિરમાં દીપજ્યોતિને માળા પહેરાવે છે અને તેને પોતાના ખોળામાં બેસાડીને સ્નેહ કરે છે. દીપજ્યોતિ પણ ઁસ્ની એટલી નજીક છે, જાણે કે અમે એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ. પીએમ આવાસના ગાર્ડનમાં પીએમ મોદી પણ તેમને ફરતા જાવા મળ્યા હતા.