વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલમાં કમલાપતિ રેલવે સ્ટેશન પહોંચ્યા છે. અહી તેમણે કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું હતું, આ દરમિયાન વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર હાજર રહ્યા છે. ૧૦૦ કરોડના ખર્ચે બનેલા આ રેલવે સ્ટેશનની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ વર્લ્‌ડ ક્લાસ સ્ટેશન રાણી કમલાપતિ રેલવે સ્ટેશન (હબીબગંજ)નું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન કરતાં રેલવે મંત્રી અÂશ્વની વૈષ્ણવે રાણી કમલાપતિ રેલવે સ્ટેશનને દેશનું સર્વશ્રેષ્ઠ રેલવે સ્ટેશન ગણાવતા તેમણે કહ્યું હતું કે, સ્ટેશનોમાં સ્ટેશન, રાણી કમલાપતિ સ્ટેશન.
વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે આજનો દિવસ દેશ માટે ગૌરવભર્યો ઇતિહાસ અને વૈભવશાલી ભવિષ્યના સંગમનો દિવસ છે. ભારતીય રેલવેનું ભવિષ્ય ઘણું જ આધુનિક છે. ઘણું ઉજ્જવળ છે. તેનું પ્રતિબિંબ ભોપાલના આ ભવ્ય રેલવે સ્ટેશનમાં જે પણ જશે તે જાઈ શકશે. ભોપાલના આ ઐતિહાસિક રેલવે સ્ટેશનનું માત્ર કાયાકલ્પ જ નથી થયું, પરંતુ ગિન્નોરગઢના રાણીનું નામ જાડાઇ જવાથી તેના મહત્વમાં ઘણો વધારો થયો છે.
મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે આજનો દિવસ ભોપાલ, મધ્યપ્રદેશ અને સમગ્ર દેશ માટે ઘણો જ મહત્વનો છે. મોદીએ કહ્યું કે એક સમય એવો હતો કે લોકોએ રેલવેમાં સુધારા થવાની આશાઓ છોડી દીધી હતી, પરંતુ અમે તે આશાઓને પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યા છીએ.
આ સ્ટેશનની વિશેષતા એ છે કે અહીં પ્રવેશ કરતાં જ એરપોર્ટ જેવો અનુભવ થશે. અહીં એક સાથે લગભગ ૨૦૦૦ લોકો એક સાથે બેસી શકશે. મોર્ડન ટોયલેટ, ક્વોલિટી ફૂડ, મ્યુઝિયમ અને ગેમિંગ ઝોનની પણ અહીં સુવિધાઓ છે.
અમર શહીદ બિરસા મુંડાની જયંતિ પર વડાપ્રધાન મોદીએ ભોપાલના જંબૂરી મેદાન ખાતે આદિવાસી ગૌરવ દિવસ સમ્મેલનમાં સંબોધન કર્યું હતું. મોદીએ સંબોધન કરતાં વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું હતું કે આઝાદી બાદની સરકારોએ આદિવાસીઓ બાબતે દેશને અંધારામાં રાખ્યો. આદિવાસીઓના સમૃદ્ધ વારસા બાબતે અગાઉની સરકારોએ દેશને કશું જ જણાવ્યુ ન હતું. વડાપ્રધાન મોદીએ સમ્મેલનમાં આવેલા લાખો આદિવાસી લોકોનું તેમની જ ભાષામાં સ્વાગત કરતાં કહ્યું હતું કે હું તમારું સ્વાગત કરું છું. મોદીએ એક મિનીટ સુધી આદિવાસી ભાષામાં જ સંબોધન કર્યું હતું.