મેજર ધ્યાનચંદના નામ પર બની રહેલ પ્રદેશના પહેલા વિશ્વ વિદ્યાલયનો પાયો મેરઠમાં સરધનાના સલાવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે જાન્યુઆરીએ નાખશે. લગભગ ૫૭૯.૯૦ કરોડના ખર્ચે બનનાર આ વિશ્વ વિદ્યાલય બે વર્ષમાં તૈયાર થઇ જશે.ડીએમ એસએસપીએ સલાવામાં નિરીક્ષણ કર્યું છે જયારે કમિશ્નર સુરેન્દ્રસિંહે સંબંધિત વિભાગોની સાથે તૈયારીઓ અંગે ચર્ચા કરી છે.

કમિશ્નરે મેપના માધ્યમથી કાર્યક્રમ સ્થળની વિવિધ તૈયારીઓ સંબંધમાં અધિકારીઓને જરૂરી નિર્દેશ આપ્યા છે.તેમણે કાર્યક્રમથી જાડાયેલ તમામ અધિકારીઓની જવાબદારી નક્કી કરી છે.કાર્યક્રમમાં ભવ્ય મંચ બનાવવામાં આવશે.કાર્યક્રમ સ્થળની પાસે જ ત્રણ હેલિપેડ અને એક વેકલ્પિક હેલિપેડ બનાવવામાં આવશે.કમિશ્નરે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ,પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરેના લાભાર્થીઓને પ્રમાણ પત્ર પણ વિતરિત કરવામાં આવશે.કમિશ્નર સાથેની બેઠકમાં આઇજી  પ્રવીણકુમાર,જીલ્લાધિકારી મેરઠના બાલાજી વરિષ્ઠ પોલીસ અધીક્ષક મેરઠ પ્રભાકર ચૌધરી વગેરે અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાન્યુઆરી ૨૦૨૧ના રોજ મેરઠમાં ખેલ વિશ્વ વિદ્યાલય પર મહોર લગાવી હતી ૨૯  ઓગષ્ટ ૨૦૨૧ના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ પર મુખ્યમંત્રીએ ખેલ વિશ્વ વિદ્યાલયનું નામ મેજર ધ્યાનચંદ વિશ્વ વિદ્યાલય રાખવાની જાહેરાત કરી હતી ખેલ વિશ્વ વિદ્યાલય ૫૭૮.૯૦ કરોડના ખર્ચે તૈયાર થશે.અર્જૂન એવોર્ડી પહેલવાન અલકા તોમરે કહ્યું કે દિલ્હીની પાસે હોવાથી મેરઠનો ખેલ વધુ આગળ વધશે

વિશ્વવિદ્યાલયમાં પ્રશાસનિક ભવન,શૈક્ષણિક કક્ષાઓ,છાત્રાવાસ મૈસ આવાસીય પરિસર,લેબોરેટરી,રનિંગ ટ્રેક ૩૫૦૦૦ દર્શકદીર્ધાની સાથે સ્ટેડિયમ બનાવવામાં આવશે.૫૦૦ દર્શકોની ક્ષમતાના બહુઉદ્દેશીય હોલ અને ઓડિટોરિયમ બનાવવામાં આવશે. પ્રથમ વર્ષમાં વિવિધ ખેલોમાં ૩૬૦ પુરૂષ ૧૮૦ અને મહિલા ૧૮૦ છાત્ર ખેલાડીઓનો પ્રવેશ થશે. ખેલમાં ત્રિવર્ષીય બેચલર ઇન સ્પોર્ટસની ડિગ્રી આપવામાં આવશે.