સોશિયલ મીડિયાનો ઉપયોગ આજે દુનિયાનાં લગભગ તમામ લોકો કરી રહ્યા છે. કોઇ પણ જાણકારીનું આદાન-પ્રદાન માટે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. વળી ઘણા લોકો પોતોના વધુ ફોલોવર્સનાં કારણે પોતાની વાતને સરળતાથી લોકો સુધી પહોંચાડી શકે છે. જા કે તાજેતરમાં એક માહિતીએ સામે આવી રહી છે, તે મુજબ ટ્‌વીટરને જ લોકો હવે ટ્રોલ કરી રહ્યા છે.
ગત દિવસે એટલે કે ગુરુવાર, ૨ ડિસેમ્બરની સાંજે, અચાનક ટ્વિટર પર લાખો યુઝર્સનાં એકાઉન્ટમાંથી ફોલોવર્સ ઘટી ગયા. ફોલોવર્સની સંખ્ય એક યુનિટથી ઘટીને ૩૮ હજાર થઈ ગઈ છે. જે લોકોનાં ફોલોવર્સ લાખોની સંખ્યામાં હતા તેમના ફોલોવર્સની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. આટલું જ નહીં, ઘણા ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક પણ છીનવી લેવામાં આવ્યો હતો. આવા લોકોમાં મોટા-મોટા પ્રતિષ્ઠિત લોકો, રાજનેતાઓ, મંત્રીઓ, મીડિયા પર્સન અને ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ સામેલ હતા. આટલુ જ નહી મળી રહેલી માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી અને કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અલગ-અળગ મોટા નેતાઓનાં પણ ફોલોવર્સ ઘટી ગયા છે.
વળી બોલિવૂડની વાત કરીએ તો (બિગ બી) અમિતાભ બચ્ચનનાં પણ ફોલોવર્સમાં મોટી સંખ્યામાં ઘટાડો થયો છે. આ સિવાય પૂર્વ રાષ્ટ્રપતિપ્રણવ મુખર્જીનાં દિકરી શર્મિષ્ઠાનાં પણ ફોલોવર્સમાં મોટી સંખ્યામાં ઘટાડો થયો છે. ટ્વિટર પર અચાનક આ ફેરફારથી યુઝર્સ પરેશાન થઈ ગયા છે. લોકો ટ્વિટર હેલ્પ ડેસ્ક અને સીઇઓ પરાગ અગ્રવાલને ટેગ કરીને ફરિયાદ કરી રહ્યા છે. એકબાજુ ફોલોવર્સની અછતને કારણે જ્યાં એક તરફ લોકો પરેશાન છે. એવું માનવામાં આવે છે કે ટ્વિટરે ફેક એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે. જેના કારણે ફોલોવર્સ ઘટી ગયા છે.