વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી આજે ૧૦૦ વર્ષના થયા છે. આ પ્રસંગે વડાપ્રધાને ગાંધીનગર સ્થિતિત તેમના નિવાસસ્થાને પહોંચીને માતાના આશીર્વાદ લીધા હતા. તેઓ આજે અનેક યોજનાઓનું ઉદ્‌ઘાટન કરશે. પીએમ બે દિવસની ગુજરાત મુલાકાતે પહોંચ્યા છે. તેઓ માતાના જન્મદિવસ નિમિત્તે માતૃશક્તિ યોજનાનું ઉદ્‌ઘાટન કરશે. આ સિવાય તેઓ રાજ્યને ૨૧ હજોર કરોડ રૂપિયાની ભેટ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ગાંધીનગર પહોંચ્યા અને માતા હીરાબાને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા.પીએમ મોદીએ તેમની માતા સાથે લગભગ ૩૦ મિનિટ વિતાવી. અને તેમની પ્રાર્થના પણ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાના પગ ધોયા અને ભેટમાં શાલ પણ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાજીની પૂજો કરી તેમના આશીર્વાદ લીધા હતા. વડાપ્રધાન મોદી પણ માતાના પગ પાસે બેસીને તેમની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીના ભાઈએ ગૃહમાં વિશેષ પૂજો કર્યા બાદ હાજર તમામ લોકોના મોં મીઠા કરાવ્યા હતા. પીએમ મોદીએ તેમની માતા હીરાબેન સાથે ઘરે બનાવેલા મંદિરમાં પૂજો પણ કરી હતી. તેમજ વડાપ્રધાનને તેમના મનોભાવને સોશિયલ મીડિયા ઉપર શેર કરીને માતાને ૧૦૦ માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ માતા હીરાબાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે, ‘મા’ એ માત્ર શબ્દ નથી. જીવનની એ ભાવના છે , જેમાં સ્નેહ, ધેર્ય, વિશ્વાસ કેટલુય સમાયેલું છે. મારી મા. હીરાબા આજે ૧૦૦માં વર્ષમાં પ્રવેશ્યા છે. આજે જન્મ શતાબ્દી વર્ષ શરુ થયું છે. હું મારી ખુશી અને સૌભાગ્ય સહુની સાથે શેર કરી રહ્યો છું.”
વડાપ્રધાન મોદીને તેમની માતા પ્રત્યે વિશેષ લગાવ છે. વડાપ્રધાન બન્યા બાદ પણ પીએમ મોદી અનેક પ્રસંગોએ ગુજરાત આવ્યા છે અને માતાના આશીર્વાદ લીધા છે. દેશભરમાં માતા-પુત્રના ફોટા અને વીડિયો ખૂબ જોવા મળે છે. વડાપ્રધાન મોદી તેમની માતાની ખૂબ નજીક છે. તે ઘણીવાર જોહેર પ્લેટફોર્મ પર તેની માતાનો ઉલ્લેખ કરે છે. એક કાર્યક્રમમાં પણ જ્યારે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે પીએમ મોદીને કેટલાક સવાલ પૂછ્યા તો તે વાતચીત દરમિયાન પીએમ મોદી પોતાની માતા સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતા એટલા ભાવુક થઈ ગયા કે તેઓ સ્ટેજ પર જ રડી પડ્યા.