૧૮મી જૂનના રોજ વડાપ્રધાન મોદી એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવશે. સી આર પાટીલે આ અંગેની જોહેરાત કરી છે. પીએમ મોદી વડોદરા એરપોર્ટથી આજવા રોડ લેપ્રસિ મેદાન સુધી ૪ કિલોમીટરનો ભવ્ય રોડ શો કરશે. ત્યારબાદ લેપ્રસિ મેદાન ખાતે ૫ લાખ લોકોની જંગી સભાને સંબોધશે. પ્રધાનમંત્રીની મુલાકાતના પગલે તંત્રએ તૈયારીઓ અત્યારથી હાથ ધરી છે. પાટીલે લોકોને મહોલ્લા સજોવવા, રંગોળી દોરવા, ઝંડા લગાવવા સહિત વાજતે-ગાજતે પીએમના કાર્યક્રમમાં પહોંચવા આમંત્રણ આપી દેવામાં આવ્યું છે.
વડોદરા એરપોર્ટ ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી, મેયર, સાંસદ, ભાજપ પ્રમુખ, મ્યુનિ કમિશનર સહિત અધિકારીઓની હાજરીમાં તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીના રોડ શોના રૂટ પર શણગાર કરાશે, દબાણો દૂર કરાશે, રોડ પર કારપેટિંગ કરાશે. રોડ શોના રૂટ પર વિવિધ રાજ્યોની ઝલક દેખાડતી ઝાંખીઓ પણ મુકાશે. પીએમ મોદી મહિલા લાભાર્થી અને આવાસ યોજના લાભાર્થીઓને સંબોધન પણ કરશે.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ કમિટીના સભ્યોને કાર્યક્રમમાં ૫ લાખ લોકોને ભેગા કરવા માટે જણાવ્યું છે. જોણવા મળી રહ્યું છે કે, પીએમ મોદી સાથે જ ૫૧ શÂક્તપીઠોમાં એક પાવાગઢ યાત્રાધામ ખાતે મહાકાલિકા માતાજીના દર્શન કરી પાવાગઢની મુલાકાત લેશે. સાંઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટના આયોજિત કાર્યક્રમમાં સીઆર પાટીલે જોહેરાત કરતા જણાવ્યું છે કે, ‘૧૮મી જૂનના રોજ મોદી વડોદરા આવશે.
તેમણે લોકોને જણાવ્યું છે કે,મોદી જ્યારે વડોદરા આવે ત્યારે તેમનું સ્વાગત કરવા લોકો ઘરની બહાર નીકળે. આપણે ક્યારેય નહીં થયો હોય તેવો કાર્યક્રમ કરીશું. ૫ લાખ લોકોને ભેગાં કરી આ કાર્યક્રમ કરીશું.’ પાટીલે જોહેર મંચ પરથી ભાજપના કાર્યકરો અને લોકોને આ અપીલ કરી હતી.