વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાના પ્રવાસમાં રોડ શો પછી સી-૨૯૫ એરક્રાફ્ટના કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યુ છે. આમ યુરોપની બહાર પહેલી જ વખત એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યુ છે. ભારતની ટાટા કોન્સોર્ટિયમ અને એરબસ બંને સાથે મળીને આ ઉત્પાદન કરશે. જા કે તમામ પાર્ટ્સ લગાવવાનું અને પ્લેનના પરીક્ષણથી લઈને ડિલિવરી સુધીનું કામ ટાટા જ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતે છેલ્લા એક દાયકામાં સંરક્ષણ ક્ષેત્રે દાખવેલી મોટી દોટ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડિફેન્સ ઉત્પાદનમાં ખાનગી ભાગીદારીનો વ્યાપ વધાર્યો છે. ડીઆરડીઓ,એચએએલને પણ સશક્ત કર્યા છે. નવા ડિફેન્સ કોરિડોર પણ ઉભા કરાયા છે. આઇવેક્સ જેવી સ્કીમોએ સ્ટાર્ટ અપ્સને ગતિ આપી છે. ૧૦૦૦ નવા ડિફેન્સ સ્ટાર્ટ અપ દેશમાં બન્યા છે અને ડિફેન્સ કોરિડોર પણ બન્યો છે.૧૦ વર્ષમાં ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ ૩૦ ગણું વધ્યુ છે.
ભારતમાં સ્કીલ્સ અને ડિફેન્સ ઉત્પાદન પર ફોકસ છે. આ ફેક્ટરીથી ભારતમાં નવા ઉદ્યોગોને બળ મળશે. દેશના અનેક નાના શહેરોમાં એર કનેકટીવિટી પહોંચાડી છે. વડોદરામાં ફાર્મા, એÂન્જનિયરિંગની અનેક કંપનીઓ છે. કેમિકલ અને પાવરની પણ અનેક કંપનીઓ વડોદરામા છે. ગુજરાત સરકારને તેમનાં નિર્ણયો માટે ખૂબ અભિનંદન પાઠવું છું.
મોદીએ વધુમાં કહ્યું હતું કે, ઓક્ટોબર ૨૦૨૨માં જ આ ફેક્ટરીનું નિર્માણ શરૂ થયું હતું. બે વર્ષમાં આ ફેક્ટરી એરક્રાફ્ટના નિર્માણ માટે તૈયાર છે. ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ નવી ઉંચાઇઓ પર પહોંચી ગયું છે. ૧૦ વર્ષ પહેલાં જે પગલાં લેવા શરૂ કર્યા હતા તેનું આ પરિણામ છે. અમે નવા રસ્તે ચાલવાનું પસંદ કર્યું, તેનું આ પરિણામ છે. શક્યતાને સમૃદ્ધિમાં બદલવા યોગ્ય પ્લાન, ભાગીદારી જરૂરી છે.
ટાટા એડવાન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન સમયે મોદીએ વધુમાં કહ્યું હતું કે,સી– ૨૯૫ એરક્રાફ્ટનું ઉત્પાદનનું હવે નિર્માણકાર્ય થશે. એરબસ અને ટાટાની ટીમને ખુબ-ખુબ શુભેચ્છાઓપઆપણે દેશના મહાન સપૂત રતન ટાટાજીને ગુમાવ્યા છે. રતન ટાટાજીને આજે સર્વાધિક ખુશી થઇ હોત, તેમની આત્મા જ્યાં હશે ત્યાં આજે પ્રસન્ન હશે. નવા ભારતના નવા વર્ક કલ્ચરને આ સિસ્ટમ અસર કરે છે. ભારત કઇ સ્પીડથી કામ કરે છે તે અહીં દેખાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી અમે ભારત અને સ્પેન વચ્ચેની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ. અમે સી-૨૯૫ એરક્રાફ્ટના ઉત્પાદન માટે ફેક્ટરી શરૂ કરી રહ્યા છીએ. ભારત-સ્પેનના સંબંધોને મજબૂત કરવા ઉપરાંત, આ ફેક્ટરી મેક ઈન ઈન્ડીયા, મેક ફોર ધ વર્લ્ડના મિશનને પણ મજબૂત કરવા જઈ રહી છે.
૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે ૫૬ સી૨૯૫ મીડિયમ ટેકટીકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અનુસાર, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (ટીએએસએલ,ટીસીએસ) સાથે ટાટા કન્સોર્ટિયમમાં લીડ તરીકે કામ કરે છે) એમઓડી, આઇએએફ માટે એક ભારતીય એરક્રાફ્ટ કોન્ટ્રાક્ટર છે અને તે ભારતમાં ૫૬ એરક્રાફ્ટમાંથી ૪૦નું નિર્માણ અને વિતરણ કરશે.પ્રથમ ૧૬ એરક્રાફ્ટ સ્પેનમાં એરબસ દ્વારા બનાવવામાં આવશે અને ફ્લાય-અવે તરીકે આઇએએફને સપ્લાય કરવામાં આવશે. આમાંથી પહેલા ૬ એરક્રાફ્ટ આઇએએફને સોંપી દેવામાં આવ્યા છે.
આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય હવાઈદળના એવરો-૭૪૮નું સ્થાન લેશે. આ પ્રોજેક્ટ ૨૨ હજાર કરોડ રૂપિયાનો છે અને બે વર્ષ પહેલા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં મૃત્યુ પામેલા ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટના લીધે ૧૫ હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે. પછી ટાટાની ફેક્ટરી ૨૦૨૬થી ૨૦૩૧ દરમિયાન ૪૦ પ્લેન પૂરા પાડશે
તેની સાથે સાણંદમાં ટાટાની નેનોના આગમનના પગલે તે જેમ ઓટો હબ બની ગયું આ જ રીતે વડોદરા પણ ટાટાની ફેક્ટરીના આગમનના પગલે એવિયેશન હબ બની જાય તો નવાઈ નહી લાગે. તેની આસપાસ તેને સંલગ્ન અનેક ઉદ્યોગો વિકસી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. વડોદરા આગામી દિવસોમાં ભારતમાં વિમાન ઉદ્યોગના વિકાસનું મોટું કેન્દ્ર બની શકે છે. ટાટા દ્વારા શરૂ કરવામાં આવનારી ફેક્ટરી પાશેરામાં પહેલી પૂણી છે. તેના પછી આગામી દિવસોમાં પેસેન્જર પ્લેનથી લઈને મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન પણ ભારતમાં જ કરવામાં આવનાર છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાને રોડ શોનું આયોજન કર્યું હતું. આ રોડ શોમાં રોડની બંન્ને બાજુએ માટે સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં અને બંન્ને વડાપ્રધાનોનું સ્વાગત કર્યું હતું.માર્ગમાં વિવિધ નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકો ફુલોથી વડાપ્રધાનોનું સ્વાગત કરવા ઉમટી પડયા હતાં. વડાપ્રધાને પણ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું આ સમયે અહીં મોદી મોદીના નારા લાગ્યા