રશિયાના કઝાન શહેરમાં ચાલી રહેલા બ્રિકસ સમિટમાં ચીન, ભારત, યુએઈ જેવા ઘણા મોટા દેશોએ ભાગ લીધો છે. આ કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને વૈશ્વીક પડકારો પર ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આજે વિશ્વ યુદ્ધ, આર્થિક અનિશ્ચિતતા, જળવાયુ પરિવર્તન અને આતંકવાદ જેવા અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે.
અમારી બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ યુદ્ધ, સંઘર્ષ, આર્થિક અનિશ્ચિતતા, જળવાયુ પરિવર્તન, આતંકવાદ જેવા અનેક પડકારોથી ઘેરાયેલું છે. વિશ્વમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમના વિભાજનની વાત થઈ રહી છે અને ટેક્નોલોજીના યુગમાં સાયબર સિક્યુરિટી, ડીપ ફેક, ડિસઈન્ફોર્મેશન જેવા નવા પડકારો સામે આવ્યા છે.
મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રિક્સે આ તમામ પડકારોનો સામનો કરવા રચનાત્મક ભૂમિકા ભજવવી જાઈએ. તેમણે કહ્યું હતું કે બ્રિક્સને એક જૂથ તરીકે જોવું જોઈએ જે જનહિતમાં કામ કરે છે, વિભાજનકારી શક્તિ તરીકે નહીં. અમે એવી પરિસ્થિતિમાં છીએ જ્યાં બ્રિક્સ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હું માનું છું કે બ્રિક્સ, એક વૈવિધ્યસભર અને સર્વસમાવેશક મંચ તરીકે, તમામ મુદ્દાઓ પર સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. આપણો અભિગમ લોકો કેન્દ્રિત રહેવો જોઈએ. આપણે વિશ્વને સંદેશ આપવો જોઈએ કે બ્રિકસએ વિભાજન કરનાર નથી પરંતુ જાહેર હિતનું જૂથ છે.પીએમ મોદીએ કહ્યું કે બ્રિક્સ વિભાજનકારી નથી પરંતુ જનહિતમાં છે. વૈશ્વીક સંસ્થાઓમાં સુધારા માટે અવાજ ઉઠાવવો પડશે. આપણે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટે સક્ષમ છીએ. આ દરમિયાન પીએમએ આતંકવાદ સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આપણે આતંકવાદ અને ટેટર ફંડિંગ સામે મજબૂતીથી લડવું પડશે. આપણે યુવાનોને કટ્ટરવાદ તરફ જતા રોકવા પડશે. ભારત સંવાદ અને કૂટનીતિનું સમર્થન કરે છે, યુદ્ધ નહીં. પીએમ મોદીએ કહ્યું કે, જેમ આપણે કોવિડને હરાવ્યું તે જ રીતે આપણે સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ ભવિષ્ય માટે નવી તકો ઊભી કરવામાં પણ સક્ષમ છીએ. આતંકવાદના મુદ્દે પીએમએ કહ્યું કે તેનો સામનો કરવા માટે આપણે બધાએ સર્વસંમતિથી સહકાર આપવો પડશે. આવી ગંભીર બાબતમાં બેવડા ધોરણોને કોઈ સ્થાન નથી.
આ સાથે પ્રધાનમંત્રીએ શાંતિ અને મુત્સદ્દીગીરીના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે બ્રિક્સ દેશોએ સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે અમે સંવાદ અને મુત્સદ્દીગીરીનું સમર્થન કરીએ છીએ, જે રીતે અમે સાથે મળીને કોવિડના પડકારને પરાસ્ત કર્યો છે, અમે આવનારી પેઢીઓ માટે સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ ભવિષ્ય માટે નવી તકો ઊભી કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. તેવી જ રીતે, આપણે સાયબર સુરક્ષા, સલામત અને વિશ્વસનીય છૈં માટે વૈશ્વીક નિયમો માટે કામ કરવું જોઈએ.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ભારત નવા દેશોને આવકારવા તૈયાર છે, પરંતુ એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવે અને સ્થાપક સભ્યોના વિચારોનું સન્માન કરવામાં આવે. તેમણે કહ્યું કે ભારત બ્રિક્સ ભાગીદાર દેશ તરીકે નવા દેશોનું સ્વાગત કરવા તૈયાર છે. આ અંગેના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવા જોઈએ અને બ્રિક્સના સ્થાપક સભ્યોના વિચારોનું સન્માન કરવું જોઈએ.
વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, બહુપક્ષીય વિકાસ બેંકો અને વિશ્વ વેપાર સંગઠન જેવી વૈશ્વીક સંસ્થાઓમાં સુધારાની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે બ્રિક્સનો ઉદ્દેશ્ય આ સંસ્થાઓને બદલવાનો નથી, પરંતુ તેમને વધુ સમાવિષ્ટ અને અસરકારક બનાવવાનો છે. મોદીએ કહ્યું કે આપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, બહુપક્ષીય વિકાસ બેંકો, વિશ્વ વેપાર સંગઠન જેવી વૈશ્વીક સંસ્થાઓમાં સુધારા માટે સમયસર આગળ વધવું જોઈએ. બ્રિક્સના પ્રયાસોને આગળ વધારતી વખતે, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ સંગઠનની છબી એવી ન હોવી જોઈએ કે આપણે વૈશ્વીક સંસ્થાઓમાં સુધારો કરવા માંગતા નથી પરંતુ તેમને બદલવા માંગીએ છીએ.પીએમએ કહ્યું, ગ્લોબલ સાઉથની આશાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. આજે બ્રિક્સ વિશ્વને સહયોગની દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યું છે. હું માનું છું કે સર્વસમાવેશક પ્લેટફોર્મ તરીકે બ્રિક્સ દરેક મુદ્દા પર સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. ભારત બ્રિક્સ ભાગીદાર દેશો તરીકે નવા દેશોને આવકારવા તૈયાર છે.
તેમણે કહ્યું કે આ સંબંધમાં તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવા જોઈએ અને બ્રિક્સના સ્થાપક સભ્યોના વિચારોનું સન્માન કરવું જોઈએ. જાહાનિસબર્ગ સમિટમાં અમે અપનાવેલા માર્ગદર્શક સિદ્ધાંતો, ધોરણો અને પ્રક્રિયાઓનું તમામ સભ્ય અને ભાગીદાર દેશોએ પાલન કરવું જોઈએ.
કાઝાન એક્સ્પો સેન્ટર ખાતે બ્રિકસ સમિટના સત્રમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે ૩૦ થી વધુ દેશોએ બ્રિક્સમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે જૂથ કાર્યક્ષમતા જાળવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેઠકમાં તેના વિસ્તરણ અંગે ચર્ચા કરશે.બ્રિક્સ સમિટ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટી જાહેરાત કરી છે. તેમણે એઆઇ ઉદ્યોગમાં નૈતિક ધોરણોને નિયંત્રિત કરવા અને સ્થાપિત કરવા માટે બ્રિકસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જોડાણ બનાવવાનું આહ્વાન કર્યું હતું. આ સાથે, રશિયન રાષ્ટ્રપતિએ બ્રિક્સ અનાજ વિનિમયનો પ્રસ્તાવ મૂક્યો છે જે બજારને અટકળોથી બચાવવા સાથે ખેડૂતોને વાજબી કિંમતો પ્રદાન કરશે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રિક્સ સમિટમાં જણાવ્યું હતું કે વિશ્વ તોફાની પરિવર્તનના નવા સમયગાળામાં પ્રવેશ્યું છે. શી જિનપિંગ કહે છે કે આપણે શાંતિપૂર્ણ બ્રિક્સ બનાવવાની જરૂર છે જે સામાન્ય સુરક્ષાના રક્ષક હશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગ્લોબલ સાઉથના દેશોને મોટી ભેટ આપી છે. તેમણે કહ્યું કે, અમે બ્રિકસનું એક નવું રોકાણ પ્લેટફોર્મ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ગ્લોબલ સાઉથના તમામ દેશોને નાણાકીય સંસાધનો પ્રદાન કરવા માટે તે નવું બ્રિકસ વૈશ્વીક રોકાણ પ્લેટફોર્મ હશે. આપણે અર્થતંત્રના ઓછા ઉત્સર્જન મોડલને સંયુક્ત રીતે પ્રોત્સાહન આપવાની જરૂર છે.