આવતીકાલે સવારે ૯ઃ૩૦ કલાકે વિડીયો કોન્ફરન્સ દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાવનગર રેલ્વે ડિવિઝનના તૈયાર થયેલ ૬ રેલ્વે સ્ટેશનોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થનાર છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાવનગર રેલ્વે ડિવિઝનના સત્તર સ્ટેશનોનો પુર્નવિકાસ થઈ રહ્યો છે. અને આ પૈકી હાલમાં કુલ ૬ સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં સિહોર જં. પાલીતાણા રાજુલા જં. મહુવા લીંમડી અને જામજાધપુરનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશનોનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ્હસ્તે રર મે, ર૦રપના રોજ લોકાર્પણ કરવામાં આવશે તેમ ભાવનગર રેલ્વેના ડીઆરએમ માસુક અહેમદે જણાવ્યું છે.










































